લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે કરવામાં આવેલ 1.51 કરોડના ફ્રોડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીના યુવાન સાથે કરવામાં આવેલ 1.51 કરોડના ફ્રોડના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને કમાણી કરવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસેથી ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા અને યુવાને 1.51 કરોડનું રોકાણ કર્યું હતું જે રકમ પછી આપી ન હતી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને તેને રિમાન્ડ ઉપર લીધેલ છે.

મોરબીમાં રહેતા નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39) નામના વેપારીએ વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, અજાણ્યા શખ્સો દ્વારા કાવતરું કરીને ફરિયાદીનો વ્હોટ્સએપ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી. જેથી યુવાને જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં 1,51,02,500 રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ તે રૂપિયા પાછા આપવામાં આવેલ ન હતા

જેથી ભોગ બનેલા યુવાને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના નામે ફ્રોડ કરનારા શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેની તપાસ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી અને આ ગુનામાં પહેલા આરોપી રાકેશભાઈ સોલંકીરાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં આ ત્રણેય આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી વિપુલભાઈ બ્રિગુનાથ ઠાકોર (26) રહે. 40/1 મેઘ ધનુષ સોસાયટી માયોદર રોડ, વાઘોડિયા ગામ વડોદરા વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 18 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આરોપી પણ અગાઉ પકડાયેલ આરોપી રાકેશભાઈ રાઠવાની જેમ બેન્ક એકાઉન્ટ ખોલાવીને તેનો ઉપયોગ કરવાનો પાવર ખાતેદાર પાસેથી લઈ લેવાનો અને ત્યારે બાદ જે તે બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમમાંથી તેને બે ટકા રકમ કમિશન મળે તેવું કામ કરતો હતો. જો કે, આ ગુનામાં હજુ મુખ્ય આરોપીઓને પકડવાના બાકી છે.






Latest News