મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE









મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન મુક્ત

મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના તથા એટ્રોસીટીના કેશના પકડાયેલા આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાએ એડી સેસન્સ કોર્ટ (સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ)માં જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે તેને જામીન મુક્ત કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદી અનુ. જાતીના હોવાનુ જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે તેની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો અને ફરીયાદી સાથે લગ્ન કર્યા ન હતા જેથી ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયાની ધરપકડ કરેલ હતી. જે આરોપી સતીષભાઈ જેતપરીયાના જમીન માટેની અરજી મોરબીના વકીલ દિલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીઓ તરફે વકીલે કરેલ દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના રજૂ કરવામાં આવેલ રજુઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખીને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.




Latest News