માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

ગૌરવની ક્ષણ: મોરબીની આયુષ હોસ્પિટલને NABH માન્યતા મળી


SHARE









ગૌરવની ક્ષણ: મોરબીની આયુષ હોસ્પિટલને NABH માન્યતા મળી

મોરબીની આયુષ હોસ્પીટલમાં જટિલ રોગોની સર્જરી હવે શક્ય બની છે જેથી દર્દીઓને રાજકોટ કે અમદાવાદ ધક્કો ખાવાની જરૂરત રહેતી નથી અને ગંભીર માંદગીની ઉત્તમ સારવાર મોરબીની આયુષ હોસ્પીટલમાં મળી રહે છે ત્યારે આયુષ હોસ્પિટલને NABH માન્યતા પ્રાપ્ત થઇ છે જે આરોગ્ય સેવામાં નવો માઈલ સ્ટોન કહી શકાય તેમ છે.

મોરબીમાં સૌથી બેસ્ટ આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતી મલ્ટીસ્પેશિયાલિટી આયુષ હોસ્પિટલે આરોગ્ય માટે માઈલ સ્ટોન ગણાતી સિદ્ધિ મેળવી છે. જેમાં NABH માન્યતા સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવામાં નવો માઈલસ્ટોન મેળવી આયુષ હોસ્પિટલએ NABH પ્રમાણપત્ર હાસિલ કર્યું છે. દર્દીઓના આરોગ્ય માટે અમારી પ્રતિબદ્ધતા હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત હોવાનું આ હોસ્પિટલ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. દર્દીઓનો 10 વર્ષોનો વિશ્વાસ અમને બનાવે ખાસ એ જ આ હોસ્પિટલનો ધ્યેય રહ્યો છે. આયુષ હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓને નારાયણ સમજી ઉચ્ચ આધુનિક તબીબી જટિલ સર્જરી કરીને પણ દર્દીઓને સર્વોત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં આવે છે. ત્યારે આયુષ હોસ્પિટલની આ ટોચની આરોગ્ય સિદ્ધિ તેમની સેવાને વધુ વેગવાન બનાવશે.




Latest News