મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી પાસે રામદેવપીરના મંદીરથી માળીયા વનાળીયા સુધી દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ !


SHARE







મોરબીના સોઓરડી પાસે રામદેવપીરના મંદીરથી માળીયા વનાળીયા સુધી દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ !

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી સોઓરડી વિસ્તારમાં દારૂના ધંધા ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે અને દૂધની જેમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોઓરડીના લોકો આ દારૂના દૂષણના લીધે હેરાન પરેસાન થઈ ગયા છે

છેલ્લા ઘણા વર્ષોથી સોઓરડી વિસ્તારમાં  દારૂનો વેપાર ચાલુ છે અને નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ પણ દારૂનો ખુલ્લે આમ ધંધા કરવામાં આવે છે જો કે, પોલીસ દ્વારા દારૂના ધંધાની સામે આંખ આડા કાન કરી રહી છે અને પાસેરામાં પૂણી જેટલા સેમ્પલ સમયાંતરે સોઓરડી વિસ્તારમાથી લેવામાં આવે છે ત્યારે લોકોની સલામતી માટે મોરબીના રામદેવપીરના મંદીર થી માળીયા વનાળીયા સોસાયટી સુધી ઘરે ઘરે જે દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને બંધ કરાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે અને દારૂનું વેચાણ કરનારા તત્વોની સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, દારૂના લીધે બીજી ગુનાખોરી પણ વધી રહી છે જો અધિકારી દ્વારા દેશી દારૂના અડ્ડા પર ધોંસ બોલાવવામાં આવશે તો જ સ્થાનિક લોકોને આ પીડામાથી મુક્તિ મળે તેમ છે






Latest News