મોરબીના સોઓરડી પાસે રામદેવપીરના મંદીરથી માળીયા વનાળીયા સુધી દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ !
મોરબીની નીલકંઠ વિદ્યાલયે તા.૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
SHARE









મોરબીની નીલકંઠ વિદ્યાલયે તા.૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી
મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર અને GSNP+ એટલે કે ગુજરાત સ્ટેટ નેટવર્ક પ્રોગ્રામ પ્લસ શ્વેતનાં પ્રોજેકટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિત્તે ફિલ્ડ કો-ઓર્ડીનેટર રાજેશભાઈ લાલવાણીએ મોરબી જીલ્લાની નિલકંઠ વિદ્યાલયમાં ટીબી અને એચઆઈવી એઇડ્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન જન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે શાળાના પ્રિન્સીપાલ નવનીતભાઈ કાસુન્દ્રા, CDHO ડૉ.જે.એમ.કતીરા, સિવિલ અધિક્ષક ડૉ.પી.કે.દુધરેજીયા, ડૉ.એન.એન.ઝાલા, આરએમઓ, ડૉ.કે.આર.સરડવા, રાઠોડ ઝરણાબેન, પરમાર અંકિત, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી, ગોસાઈ નિખીલ, ધર્મેન્દ્ર વાઢેર, મોહસીનભાઈ (નવજીવન ટ્રસ્ટ), વિજયભાઈ રેશિયા (અનમોલ ટ્રસ્ટ), ઘનશ્યામભાઈ (વિહાન પ્રોજેકટ), વિપુલભાઈ શેરશીયા (બાળ સુરક્ષા કાર્યક્રમ) અને વસંતભાઈ પડસુબિયા (કાઉન્સેલર ટંકારા) ઉપસ્થિત રહ્યા હતા.તેમજ નીલકંઠ વિદ્યાલયની ધો.૧૨ સાયન્સનાં વિદ્યાર્થીઓને ટીબી અને એઇડ્સ રોગો વિશે માહિતગાર કરેલ તેમજ રંગોળી સ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
