મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


SHARE









મોરબી મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુને ધ્યાને લઈને શરૂ કર્યો કંટ્રોલરૂમ


મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ વર્ષાઋતુ તેમજ હવામાન વિભાગનો આગાહીઓના પગલે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જુન માસથી તા.૩૧-૧૦ સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે મોરબી મહાનગરપાલિક દ્વારા જુદા-જુદા ૧૩ આરોગ્ય કેન્દ્ર ઉપર જરૂરી તમામ પ્રાથમિક સારવારની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે.કચેરીમાં કાર્યક્ષેત્રમાં આવતા નીચાણ વાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવવાની શક્યતા હોય તેવા વિસ્તારો ખાલી કરીને  સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

તેમજ જાહેર જગ્યાએ ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના ઢાંકણા તૂટેલ હોય અથવા ન હોય તેવા જોખમી પાણીના નિકાલમાં કોઈ ઢોર કે માનવ નુકશાન ન થાય તે માટે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નંબર ઉપર ફરિયાદ નોંધાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.પાલિકા દ્વારા ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૧ જાહેર કરવામાં આવ્યો છે.તેમજ પ્રી મોન્સૂન કંટ્રોલ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૨ અને ઝાડ પાડવાની ફરિયાદ માટે (૦૨૮૨૨) ૨૨૦૫૫૩ નંબર ઉપર જાણ કરવા યાદીમાં જણાવેલ છે.




Latest News