મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ


SHARE









મોરબીના એસએસવાય પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે અને જેલર-બંદીવાનોએ જેલમાં કર્યો યોગાભ્યાસ

સમગ્ર વિશ્વમાં 21, જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી એસ.એસ.વાય પરિવાર દ્વારા સ્વમીનારાયણ મંદિર જીઆઈડીસી, મોરબી ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિન નિમિત્તે આયુષ મંત્રાલયના પ્રોટોકોલ મુજબના યોગાસનો તેમજ એસએસવાયના પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે યોગદિનની ઉજવણીમાં શાસ્ત્રી સ્વામી તેમજ નવનીતભાઈ કુંડારિયા, અંબારામભાઈ કવાડિયા, સંસ્કાર બ્લડ બેંકના રમેશભાઈ માકાસણા તેમજ ખુબજ મોટી સંખ્યામાં સાધકો અને હરિભક્તો જોડાયા હતા. આવી જ રીતે મોરબીની સબ જેલમાં ૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ. કે.એલ.એન.રાવ ના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે "ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી" દ્વારા અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને યોગાભ્યાસ કર્યો હતો.




Latest News