હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક પાછળ રીક્ષા અથડાતા યુવાનનું મોત


SHARE











મોરબીના જેતપર રોડ ઉપર ટ્રક પાછળ રીક્ષા અથડાતા યુવાનનું મોત

મોરબીના ગાળા ગામનો યુવાન રિક્ષા ચલાવતો હોય રીક્ષા લઈને જેતપર બાજુથી પીપળી બાજુ આવતો હતો ત્યારે રસ્તામાં પેટ્રોલ પંપ પાસે રોડ સાઈડ ઉભેલા ટ્રકની પાછળ તેની સીએનજી રીક્ષા અથડાઇ હતી.આ અકસ્માત બનાવમાં તે યુવાનનું મોત થયેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા જયેશભાઈ પ્રભુભાઈ જીતીયા નામનો 35 વર્ષનો યુવાન તા.20-6 ના સવારે આઠેક વાગ્યે ઘરેથી (ગાળા બાજુથી) રીક્ષા લઈને મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર પીપળી તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં નાયરા પેટ્રોલ પંપ મામાદેવના મંદિર પાસે પહોંચતા ત્યાં રોડ સાઈડ ઉભેલા ટ્રકની પાછળ તેની સીએનજી ઓટો રીક્ષા ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી.આ અકસ્માત બનાવમાં જયેશભાઈ જીતીયાને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન જયેશભાઈ જીતિયાનું મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રએ જણાવેલ છે.હાલ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ નજીકના માલિયાસણ ગામે રહેતા વિશ્વજીતસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા નામના 42 વર્ષના યુવાનને ગામના બસ સ્ટેશન પાસે બાઈક લઈને જતા સમયે રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે કાનજીભાઈ કરશનભાઈ કોળી (42) રહે.ચંડીનગર લાકડીયા ભચાઉ કચ્છ ને રાપર તાલુકાના મેવાસા ગામ પાસે ડેમ સાઇટ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ માળીયા મીંયાણા તાલુકાના હરીપર ગામે રહેતા જયંતીભાઈ રાવતભાઈ નામના 40 વર્ષના યુવાનને પણ વાહન અકસ્માત બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રમેશભાઈ શંકરભાઈ વસિયાણી નામના 40 વર્ષના યુવાનને વાંકાનેરના લુણસર ગામે ધોળાકુવા વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લઈને તેઓને વધુ સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબી વીશીપરામાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ નામના 35 વર્ષના યુવાનને પણ મારામારીમાં ઈજા થઈ હોય સારવાર માટે સિવિલએ લાવવામાં આવેલ.

માતા-પુત્ર ઉપર હુમલો

મોરબીના વીશીપરા મદીના સોસાયટીમાં રહેતા સદામભાઈ ગુલામહુસેન ભટ્ટી (32) તથા તેમના માતા શરીફાબેન ગુલામહુસેન ભટ્ટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સદામભાઈને જમણી આંખના ભાગે તથા તેમની માતાને મુઢ ઇજાઓ પહોંચી હતી.બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાછળ અમૃત પાર્ક વિસ્તારમાં રહેતા જયશ્રીબેન જસબીરસિંગ ચૌધરી નામના 56 વર્ષીય આધેડ મહિલાને ગળાના ભાગે ગાંઠ હોય તેની સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ઓપરેશન કર્યા બાદ સિવિલમાંથી વધુ સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રમાંથી જાણવા મળેલ છે.






Latest News