મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે


SHARE









મોરબીમાં ભરવાડ-રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી રથયાત્રા નીકળશે

મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજી તથા પુનીયા મામાના પ્રાગટય દિવસ નિમીત્તે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અષાઢી બીજ તા 27 ને શુક્રવારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો, આગેવાનો તેમજ ભરવાડ અને રબારી સમાજના લોકો સહપરિવાર હાજર રહેશે અને રથયાત્રાના રુટ ઉપર રસ ગરબાની રમઝટ બોલાવશે.

મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાના મંદિરેથી ભરવાડ અને રબારી સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે ત્યારે મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, મહેશપુરી (મુન્નાબાપુ), મહંત ગાંડુભગત બીજલભગત ગોલતર, દેવાભગત સુરાભગત ગોલતર, કિશનભગત દેવાભગત ગોલતર સહિતના સંતો હાજર રહેશે. આ ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહેશે અને રથયાત્રાનું સ્વાગત કરશે. અને વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા7 ના રીઓજ સવારે 9 વાગ્યે મહેન્દ્રપરા શેરી નં 17 માં આવેલ મચ્છુ માતાજીની જગ્યાએથી રથયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ ઉપર ફરશે ત્યારે સમાજના ભાઈ બહેનો દ્વારા દાંડીયારાસ, હુડો સહિતના રસની રમઝટ બોલાવશે. અને મોરબીમાં દરબારગઢ પાસે આવેલ મચ્છુ માતાજી મંદિર (કોઠે) રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે અને આ રથયાત્રામાં ગોપાલ ભરવાડ એન્ડ ગૃપ, ભાવેશ ભરવાડ, રિંકુ ભરવાડ સહિતના કલાકારો જમાવટ કરશે. અને તા. 27 ના રોજ રાતે જે.કે. ટીંબા એન્ડ ગૃપ રાત્રે 10 વાગ્યે ડાક ડમરુનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેથી ધાર્મિક કાર્યક્રમ તેમજ પ્રસાદનો લાભ લેવા માટે સમાજના લોકો સહિતના તમામને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે,




Latest News