મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે કરવામાં આવેલ બે લૂંટના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે કરવામાં આવેલ બે લૂંટના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીની ધરપકડ

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં ચા વાળાની દુકાન પાસે યુવાનને અજાણ્યા છ શખ્સો દ્વારા ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ધાક ધમકીઓ આપીને રોકડા 30,000 ની લૂંટ કરી હતી અને અમરેલી રોડ ઉપર એક યુવાનને આંતરીને તેને મારમારીને તેના પાસેથી સોનાના ચેનબાઇક અને રોકડા 20,000 ની લૂંટ કરી હતી જે બંને લૂંટના ગુણનો ભેદ તાલુકા પોલીસ ઉકેલી નાખેલ છે અને હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરની પૂછપરછ કરીને તેના વાળીને સોંપી દેવામાં આવેલ છે.

મોરબીના હરીપર કેરાળા ગામની સીમમાં આવેલ વેલેંજા કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા પ્રકાશભાઈ ઉર્ફે પાકો રામુભાઈ મુંદરિયા (45) એ અજાણ્યા 6 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે તે કારખાન પાસે હરિભાઈની દુકાને ચા લેવા ગયા હતા ત્યારે ત્રણ બાઈકમાં 6 શખ્સો આવ્યા હતા અને ગાળો આપીને માર માર્યો હતો તેમજ રૂપિયા ન આપે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં રોકડા 30,000 રૂપિયાની લૂંટ કરીને આરોપી નાસી ગયા હતા આવી જ રીતે અમરેલી રોડ ઉપર વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવાનને માર મારીને તેની પાસેથી 20 હજાર રૂપિયા રોકડાએક સોનાનો ચેન અને બાઈકની ચોરી કરી હતી જેથી અજાણ્યા 6 શખ્સો સામે બે લૂંટનો ગુનો નોંધાયેલ હતો.

જે ગુનાની તપાસ પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ કરવામાં આવી રહી હતી તેવામાં પીએસઆઈ એસ.એચ.ભટ્ટ તથા સર્વેલન્સ ટીમના માણસો લૂંટના ગુનામાં આરોપીઓએ પકડવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં મહેન્દ્રસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ લોખીલને બાતમી હકીકત મળી હતી જેના આધારે લુટના ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડી લેવામાં આવેલ છે જેમાં ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા (35) રહે. હાકમસાની દરગાહાની પાસે માળીયા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર (35) રહે. બાપુની ડેલી માળીયા, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા (19) રહે. ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર (19) રહે. બાપુની ડેલની બાજુમાં માળીયા અને સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા (19) રહે. ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા વાળાનો સમાવેશ થાય છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે. હાલમાં પોલીસે આરોપી પાસેથી ત્રણ બાઇક અને 40 હજાર રોકડા આમ કુલ મળીને 1.50 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે. 




Latest News