મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

તમે પોલીસને માહિતી આપો છો... કહીને પાંચ શ્ખ્સોએ માળીયા (મિ)ના મોટા દહીસરામાં મહિલાને ગાળો આપીને બાઈકમાં કરી તોડફોડ


SHARE







તમે પોલીસને માહિતી આપો છો... કહીને પાંચ શ્ખ્સોએ માળીયા (મિ)ના મોટા દહીસરામાં મહિલાને ગાળો આપીને બાઈકમાં કરી તોડફોડ

માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા યુવાનના ઘર પાસે ગઇકાલે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં પાંચ શખ્સો આવ્યા હતા અને ત્યારે તેની માતા તેમજ બહેન ઘરે હોય તેઓએ કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપો છો અને પકડાવો છો તેમ કહીને તેમજ તેના ઘરની બાજુમાં આવેલ વાળાની જમીનને તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના બાઇકને નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા મયુરભાઈ જયસુખભાઇ જોશી દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ ભાવુભા જાડેજા, જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, પ્રવીણભાઈ બચુભાઈ જોશીનો વચેટ દીકરો, ભગીરથસિંહ હેમંતસિંહ પરમાર અને ભગીરથસિંહ ભીખુભા જાડેજાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ તમામ આરોપીઓ ગઈકાલે તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે તેના માતા અને બહેન ઘરે હોય તેઓને કહ્યું હતું કે તમે પોલીસને માહિતી આપીને પકડવો છો તેમજ ઘરની બાજુમાં આવેલ વાળાની જમીન તે લોકો વાપરતા હોય તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ લોખંડના પાઇપથી ફરિયાદી યુવાનના બાઈક ઉપર ઘા માર્યા હતા અને બાઈકમાં નુકસાન કર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓ પૈકીનાં અમુક અગાઉ દારૂના જથ્થામાં અને દારૂના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા ચુક્યા છે






Latest News