મોરબીમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા યુવાન ઉપર હુમલો
SHARE









મોરબીમાં ઉછીના પૈસા આપવાની ના પાડતા યુવાન ઉપર હુમલો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાનની પાસે એક શખ્સે ઉછીના પૈસા માગ્યા હતા જેથી યુવાને ઉછીના પૈસા આપવાની ના પાડતા યુવાન સાથે બોલાચાલી કરીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેથી ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિજન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તાર પાસેના ચામુંડાનગરમાં રહેતા ફારૂક હબીબ મોવર મિંયાણા (૨૦) નામના યુવાની પાસે અલ્પેશ અશોક કોળી રહે. નજરબાગ ફિલ્ટર હાઉસની પાસે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અલ્પેશે તેમની પાસે ઉછીના પૈસા માગ્યા હતા.જેથી પોતાની પાસે પૈસા ન હોય પૈસા આપવાની ના પાડી હતી જેથી અલ્પેશ ગાળો દેવા લાગતા તેને ગાળ દેવાની ના પાડતા ઝગડો-ઝપાઝપી કરીને અલ્પેશે ફારૂકભાઇને નિચે પાડી દીધા હતા જેથી ગાલ તથા કપાળે ઇજાઓ થતા ફારૂકભાઇને સારવારમાં લઇ જવાયા હતા.બાદમાં ફારૂકભાઇએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે અલ્પેશ સામે આગળની તપાસ હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્ક સોસાયટી શેરી નંબર-૭ માં રહેતા કુંવરબેન કમલેશભાઈ ખીંટ નામની મહિલાએ કોઈ કારણોસર વોસીંગ સોડાનો પાવડર પી લેતા તેણીને મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. જેથી બીટ જમાદાર વી.ટી.મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલ ભારતનગર મફતપરામાં રહેતા રાહુલ પોપટભાઇ સમેરા જાતે દેવીપુજક નામના ૨૬ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબીના બરવાળા ગામના રહેવાસી સાજનભાઈ તેજાભાઈ ખાંભલા (૨૦) અને રાજેશ જયદીપભાઇ (૩૫) નામના બે યુવાનો ડબલ સવારીમાં બાઇકમાં નવલખી હાઈવે ઉપરથી જતા હતા ત્યારે પીપળીયા ચોકડી અને ત્રિમંદિર વચ્ચેના ભાગે તેઓના બાઇકને આડે કુતરૂ ઉતરતા બાઇક સ્લીપ થઈ જતાં ઇજાગ્રસ્ત સાજન અને રાજેશને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
