મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન


SHARE









મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન

મોરબી શહેરમાં આરોગ્યસેવાના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે, શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે તા. 27 જૂનના રોજ સવારે 9 કલાકે ઉદ્ઘાટન કરવામા આવશે.

આ તકે મુખ્ય અતિથિ તરીકે ડૉ.જયંતિભાઈ ભાડેસિઆ (RSS પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ આધારિત ક્લિનિકનો હેતુ શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને વ્યાવસાયિક સારવાર સગવડયુક્ત અને વાજબી દરે ઉપલબ્ધ કરાવવાનો છે. અહીં નસ, સાંધા, પીઠ અને સ્નાયુના દુખાવા માટે સારવાર તેમજ EMG, NCV અને PFT ટેસ્ટ જેવી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આ ક્લિનિક સોમવારથી શનિવાર, સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અને તેનું સ્થળ શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, ત્રીજો માળ, નિલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, સનરાઈઝ વિલા પાસે, મોરબી. રહેશે. જેથી મોરબી શહેરના તમામ નાગરિકોને ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાની આયોજકોએ આમંત્રણ આપેલ છે. અને વધુ માહિતી માટે મો. 9512410099 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News