મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા


SHARE







ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રજૂઆતથી ગુજરાતનાં દરેક સાંસદઓને મતક્ષેત્રનાં વિકાસ અર્થે તથા માર્ગ નિર્માણ હેતુ ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે બદલ દિલ્લી સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને સૌ સાંસદઓએ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો તેમ કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. રાજ્યનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે દરેક સાંસદોને ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ રોડ અને રસ્તા માટે દરેક સાંસદ સભ્યો માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવી આપ્યાં છે તે માટે કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ આભાર માન્યો હતો.






Latest News