મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નુકશાનકારક હોય હટાવવા માંગ


SHARE













મોરબીના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નુકશાનકારક હોય હટાવવા માંગ

અગાઉ કરેલ રજૂઆત બાદ કલેકટરે ચિફ ઓફીસરને તપાસ કરી પગલા લેવા જણાવેલ તેની પણ અમલવારી નહીં..!

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી.બાંભણીયા અને અશોક ખરચરીયાએ જીલ્લા કલેકટલને લેખીત રજુઆત કરે છે કે, મોરબીની પારેખ શેરીમાં આવેલ ગૌરાંગ શેરી વાળો ખાંચો કે જયાં પ્રતીમાં એપાર્ટમેન્ટ આવેલ છે તેની ઉપર ત્રણ મોબાઈલ ટાવર નાંખેલ છે જેની મંજુરી લીધેલ છે કે નહી ? અને મંજુરી આપેલ હોય તો મંજુરી કોને આપેલ છે અને કોના દ્વારા અપાયેલ છે..? અને કઈ રીતે આપી દેવાય છે..?  કેમ કે આ ટાવરમાંથી રેડીએશન નિકળે છે તે નાના બાળકો અબાલ-વૃધ્ધો અને ગર્ભવતી મહિલાઓને શરીરના જુદાજુદા અંગોમાં ઘેરી અસર કરે છે અને તેનાથી બહેરાશ તેમજ મુંગાપણુ થઇ જવાના દાખલા જોવા મળે છે.તેમજ આ અંગે અગાઉ કરેલ રજૂઆત બાદ કલેકટે મોરબી નગરપાલીકામાં તા.૧૩-૮-૨૧ ના રોજ ટાવર અંગે મંજુરી તેમજ સ્થળની તપાસ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો પરંતુ મોરબી નગરપાલીકાના કર્મચારીઓ કલેકટરના હુંકમને પણ ઘોળીને પી જતા હોય તેમ લાગી રહ્યુ છે. કોઇને કામ કરવામાં રસ નથી પબ્લીક અવારનવાર કચેરીઓમાં ધકકા ખાય છે તો કહે છે કે તમારી પ્રોસીજર ચાલુ છે હમણા થઇ જશે તેવા ઉડાવ જવાબ મળે છે અને તોછડાઇભર્યું વર્તન પણ સરકારી બાબુઓ દ્રારા કરવામાં આવે છે તે હકીકત છે.

આ અંગે કલેકટરને કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ છેકે આવા રેસીડન્ટ ગીચ એરીયામાં ઉંચાઇ ઉપર લગીવાયેલ ટાવર તાત્કાલીક હટાવવો જોઇએ તેવી ત્યાંના લતાવાસીઓની માંગણી છે.આજુબાજુમાં રહેતા અનેક લોકોને આની આડસરથી ગંભીર સમસ્યા ઉભી થાય છે તેથી વહેલી તકે આવા ગીચ એરીયામાં રહેલ ટાવરને હટાવવા અરજ કરાયેલ છે તેમજ વધુમાં જણાવાયા મુજબ એન.દલીચંદના ફલેટ તેમના નામે હોય તો તેમના દ્વારા મંજુરી લીધેલ છે કે કેમ ? અને આ અંગે યોગ્ય તપાસ કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાઓએ આડેધડ મોબાઇલ ટાવર નાંખવામાં આવેલ છે તે તમામની શું મંજુરી આપવામાં આવેલ છે કે કેમ ? તેની યોગ્ય તપાસ કરાવવી જોઇએ.તે ઉપરાંત મોરબીના આ વિસ્તારના એપાર્ટમેન્ટના લોકો વેરો કે ટેકસ ભરતા નથી તે અંગે તથા આ ટાવરની કઇ રીતે મંજુરી મળેલ તે અંગે રહસ્ય અકબંધ છે આ ચાર માળની બિલ્ડીંગ ઉપર ત્રણ-ત્રણ ટાવર ફીટ કરેલ છે અને આજુબાજુના ગીચ વિસ્તારમાં મકાનોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહયા છે તે વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે અને જો આ ટાવરો ગેરકાયદેસર હોય તો હટાવવામાં આવે તેવી સામાજીક કાર્યકરો તેમજ સ્થાનીક રહેવાસીઓએ માંગ કરી છે.

તેમજ આ ટાવરોનું આશરે ૨૫ થી ૩૦ હજાર રૂપિયા દર મહીને ભાડુ ઉઘરાવે છે. તેમજ આ વિસ્તારમાં ફલેટની અંદર જવા માટે રીક્ષા પણ ગેઇટ સુધી જઇ શકે તેટલી જગ્યા છોડેલ નથી તો કોઇ કુદરતી બનાવ બને કોઇ આગ લાગે કે અકસ્માત થાય સરકારના નિયમાનુસારની એનઓસી લીધેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.સરકારના નિયમ પ્રમાણે એનઓસી. લેવી ફરજીયાત છે તો કાયદાને ધોળીને આ લોકો પી ગયા છેકે શું..? રજૂઆતમાં એમ પણ જણાવ્યું છેકે આ અરજીને ઘ્યાને લઇને યોગ્ય કાર્યવાહી કરશો. હાલ આ જગ્યા કોના નામે છે..? નગરપાલીકામાં જુના મકાન માલીક પ્રફુલભાઇના નામને બોલે છે તો હજુ સુધી આ ફલેટના અસીલી માલીક કોણ છે તે અકબંધ છે. રેસીડન્સી અને ગીચ વિસ્તારમાં ટાવરને મંજુરી જ ન મળવી જોઇએ એવા નિયમો હોય તથા એપાર્ટમેન્ટ ઉપર પણ ટાવર ન હોવા જોઇએ જે અંગે પણ યોગ્ય તપાસ કરવા અરજ કરાયેલ છે.જેથી લોકોનું સ્વસ્થય બગડતુ અટકાવી શકાય. તેવી સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા , જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ માંગ કરેલ છે.




Latest News