માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો
હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પડતા નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ
SHARE









હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પડતા નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ
હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં જુના સાપકડા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે હળવદ પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગયેલ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા અને 12,400 ની રોકડ તથા પાંચ બાઈક મળીને કુલ 1,12,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છૂટેલા પાંચ શખ્સોને પકડવા માટે તજવીજ હાથ કરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢવાણા ગામની સીમમાંથી જુના સાપકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી રસિકભાઈ ઉર્ફે ભેણીયો મોહનભાઈ તલસાણીયા (40), અશોકભાઈ ઉર્ફે વીજળી ઓઘડભાઈ સારદિયા (30), રસિકભાઈ ઉર્ફે ગીધો વેલાભાઈ દુધરેજીયા (39) અને ધીરુભાઈ બચુભાઇ સોરઠીયા (51) રહે. બધા ઢવાણા ગામ વાળાને ઝડપી પાડ્યા હતા જોકે પાંચ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હોય હાલમાં પોલીસે 12,400 ની રોકડ તથા પાંચ બાઇક મળીને કુલ 1,12,400 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અન બાઈક નં. જીજે 36 કયું 0296, જીજે 36 એબી 5242, જીજે 36 એબી 3577, જીજે 36 એચ 2210 તેમજ જીજે 36 ઇ 3033 ના ચાલકને પકડવા માટે થઈને તજવીજ હાથ કરી છે.
વરલી જુગાર
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જાહલભાઈ વસાભાઈ કાંજીયા (20) નામનો યુવાન વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય તેની પાસેથી પોલીસે 500 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
