મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાયસંગપર ગામે પરણીતા ઉપર તેના જ પતિએ કર્યો છરી વડે હુમલો


SHARE









માળીયા (મી)ના રાયસંગપર ગામે પરણીતા ઉપર તેના જ પતિએ કર્યો છરી વડે હુમલો

માળીયા મીયાણાના રાયસંગપર ગામે પરણીતા સાથે તેના પતિએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ છરી વડે મહિલાને બંને હાથના કાંડાના ભાગે તથા ગળાના ભાગે ઇજા કરી હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના રાયસંગપર ગામની ગોળાઈની બાજુમાં સંઘવાણીની વાડી પાસે રહેતા આઈશાબાઇ યાસીનભાઈ જામ (28)એ હાલમાં તેના પતિ યાસીનભાઈ જુસબભાઈ જામ (35) વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિએ તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તેને ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી મહિલાને બંને હાથના કાંડાના ભાગે તથા ગળા ઉપર છરકો કરીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News