મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી

મોરબીના ખાનપર ગામના મહીલાના પતિનું વાહન અકસ્માતમાં મોત થય્લ હતુ.તેમનો વિમો હતો પરંતુ કંપનીએ વીમો આપવાની ના પાડતા તે મહીલાએ ન્યાય માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરાવેલ હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતા ગ્રાહકને ૫,૦૦,૦૦૦ તથા ૫૦૦૦ અન્ય ખર્ચ પેટે વ્યાજ સાથે ચુકવવાનો વિમા કંપનીને ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે મોરબીના ખાનપર ગામના વતની વાલજીભાઈ ઘોડાસરા તા.૧૪-૫-૨૪ ના રોજ વહેલી સવારે ખાનપરથી ખેતી કામ માટે જતા ખાનપર પેટ્રોલ પંપ પાસે ઝોકું આવી જતા અકસ્માત થતા તેઓનું અકસ્માતમાં મૃત્યુ નિપજયુ હતુ.તેમનો પાંચ લાખનો વીમો સહકારી મંડળી દ્વારા ચૌલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ માં લીધેલ હતો.જેથી તેમના પત્ની કંચનબેન વાલજીભાઈ ઘોડાસરાએ તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં મોકલી આપ્યા હતા.જેમાં વીમા કંપનીએ એવું કહ્યું કે મૃતક વાલજીભાઈ ઘોડાસરા પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી.! વીમા કંપની તરફથી યોગ્ય ન્યાય ન મળતા જાગૃત ગ્રાહક તરીકે કંચનબેન ઘોડાસરાએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.જે કેસ ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતના ન્યાયમૂર્તિએ કહ્યું કે મરનાર ખેડૂતે વીમો લીધો છે.અને રેગ્યુલર પ્રિમીયમ પણ ભરેલ છે અને સુપ્રિમકોર્ટના આદેશ મુજબ ડ્રાઇવીંગ લાયસન્સ જરૂરી નથી.વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ કંચનબેનને રૂપિયા પાંચ લાખ પુરા તા.૨૦-૧૧-૨૪ થી રકમ વસુલ મળતા સુધી છ ટકાના વ્યાજ સાથે આપવાનો તથા અન્ય ખર્ચ પેટે રૂા.૫૦૦૦ આપવાનો આદેશ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઇ ભટ્ટ અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News