મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત


SHARE









હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામમાં ગટરનો પ્રશ્ન છે તેને ઉકેલવામા આવે અને લોકોને ગટરની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા ચરાડવા ગામના ગટરના પ્રશ્ને સુરેન્દ્રનગરના સાંસદને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. 

હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં વર્ષોથી ગટરની સમસ્યા છે, રોડ પર ગટરના પાણી ભરાય છે, દુર્ગંધ ફેલાય છે, બીમારીઓ વકરે છે તો પણ અત્યાર સુધી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવે છે. જેથી કરીને લોકોની સમસ્યાને દૂર કરવા માટે હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીએ ચરાડવા ગામના ગટરના પ્રશ્નને ઉકેલવા માટે સાંસદ ચંદુભાઈ શિહોરાને  પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગામને‌ ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તેવી માંગ કરેલ છે




Latest News