મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી
હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત
SHARE









હળવદના ખોડ ગામે રહેતી સગર્ભાનું શરીરમાં ચેપ લાગવાથી મોત
હળવદના ખોડ ગામની સીમમાં વાડીએ રહેતી અને મજૂરી કામ કરતી સગર્ભા મહિલાનું બીમારી સબબ શરીરમાં ચેપ લાગી જવાના કારણે મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતિઉ મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ખોડ ગામે અમરાભાઇ અરજણભાઈ ખટાણાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિપુલભાઈ જગુભાઈ રાઠવાના પત્ની મનિષાબેન વિપુલભાઈ રાઠવા (21) ને છ મહિનાની પ્રેગ્નન્સી હતી અને બીમારી સબબ તેને શરીરમાં ચેપ લાગી જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વિપુલભાઈ રાઠવા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના નવી ટિંબડી ગામે રહેતો મુકેશભાઈ છગનભાઈ પરમાર (30) નામનો યુવાન ગામના પાટીયા પાસે હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
કચ્છના ગાંધીધામ ખાતે રહેતો મનોજ બ્રહ્મદેવ યાદવ (40) નામનો યુવાન મોરબીના ગાળા ગામના પાટીયા પાસે હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
