મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા


SHARE









તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા

તાઝાનિયામાં ભયંકર રોડ અકસ્માત થયો હોવાના સમાચારો મળી રહ્યા છે.બે બસ અથડાવાના આ બનાવમાં હાલ મળતી માહીતી મુજબ ૩૮ લોકોના મોત થયા છે જયારે ૩૦ થી વધુ લોકોને ઇજા હોય સારવારમાં લઇ જવાયા છે.આ અકસ્માત તા.૨૮ ને શનિવાર સાંજે ત્યાંના કિલીમાંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવે ઉપર આવેલા સબસબા વિસ્તારમાં બની હતી.બનાવની વધુ વિગતો મુજબ બે બસ એકમેકની સાથે અથડાઇ હતી.બાદમાં તેમા આગ લાગી ગયેલ જેથી મૃત્યુ આંક વધ્યો હતો.આ બનાવમાં મૃત્યુ પામેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે હાલ માહિતી પ્રાપ્ત થયેલ નથી.તેમજ ઈજા પામેલ લોકોને ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટે લઇ જવાયા હતા.

અકસ્માતની આ ઘટના બાબતે તાંઝાનિયામાં શોકનું મોજુ વ્યાપી ગયુ હતુ.તેમજ તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુહુલુ હસને આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતુ.




Latest News