ભારત દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવું: ડી.જી.વણઝારા
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્રારા રમત ગમત, વેશભુષા અને ડાન્સ કોમ્પૉર્ટીશનનુ આયોજન
SHARE









મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્રારા રમત ગમત, વેશભુષા અને ડાન્સ કોમ્પૉર્ટીશનનુ આયોજન
મોરબી રઘુવંશી યુવક મંડળ દ્રારા તાઃર૧/૧૨ ના રોજ લોહાણા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામા રહેલી આંતરીક શક્તીઓને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે યોજાશે જેમાં રમત ગમત હરીફાઇ તથા વેશભુષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટાશનનુ આયોજન કરવામાં આવેલ છે
આ સંસ્થાના પ્રમુખ સુનીલભાઇ ચંદારાણાએ જણાવ્યુ છે કે, રમત ગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં રમત - ગમત હરીફાઇ અંતર્ગત ધોરણ LKG થી ૧ ના વિધાર્થીઓ માટે રમત પોકઅપ બોલ, ધોરણ ૨ થી ૪ ના વિધાર્થીઓ માટે રમત બેલેન્સ બોલ, ધોરણ પ થી ૮ ના વિધાર્થીઓ માટે રમત એક મીનીટ હરીફાઇ રહેશે તથા વેશભુષા તથા ડાન્સ હરીફાઈ અતયત ધોરણ LKG થી ૪ ના વિધાર્થીઓ માટે વેશભુષા તથા ડાન્સ હરીફાઈ અને ધોરણ ૫ થી કોલેજ ના વિધાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટોશનમા ભાગ લઈ શકશે અને વેશભુષા તથા ડાન્સ હૉફાઇ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ ૭૫ એન્ટ્રી સ્વીકારવામાં આવશે આ હરીફાઇમાં રઘુવંશી બાળકો વધુમા વધુ લાભ લે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને હરીફાઇનુ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩/૧૨ ને ગુરૂવાર છે તેવી રઘુવંશી યુવક મંડળની યાદી જણાવેલ છે
