વાંકાનેરના કાશીપર ગામે વાડીએ યુવાને કર્યો આપઘાત: ટંકારાના વાછકપર ગામે વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના કાશીપર ગામે વાડીએ યુવાને કર્યો આપઘાત: ટંકારાના વાછકપર ગામે વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
વાંકાનેરના કાશીપર ગામની સીમમાં યુવાને પોતાની જ વાડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા અને ખેતી કામ કરતા મુન્નાભાઈ લખમણભાઇ માલકીયા (44) નામના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એમ. રાંકજા ચલાવી રહ્યા છે
વાડીએ બેભાન થઈ ગયેલા યુવાનનું મોત
ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રમેશભાઈ જેસાભાઇ પરમાર (46) નામનો યુવાન વાછપપર ગામની સીમમાં કોઠારીયા જવાના રસ્તા ઉપર પોતાની વાડીએ હતો દરમિયાન કોઈ કારણસર તે બેભાન થઈ ગયો હતો જેથી તે યુવાનને તેનો દીકરો જયભાઈ રમેશભાઈ પરમાર તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
