એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા


SHARE

















હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા

હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રહેતો યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી અવાર નવાર પિતા પુત્રને બોલાચાલી ઝઘડો થતો હતો દરમિયાન પિતાએ તેના પુત્રને દોરીથી ગળાટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં રહેતા દિનેશભાઈ મગનભાઈ સોલંકી (42)એ હાલમાં તેના કાકા દેવજીભાઈ કરસનભાઈ સોલંકી (52) રહે. ચરાડવા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ચરાડવા ગામે રહેતા તેઓના કાકાનો દીકરો મનોજભાઈ દેવજીભાઈ સોલંકી (25) કામ ધંધો કરતો ન હોવાથી મનોજને તેના પિતાની સાથે અવારનવાર બોલાચાલી ઝઘડો થતો હતો અને ગઈકાલે ફરિયાદીના પિતરાઈ ભાઈને તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારે મનોજને દોરીથી આરોપી દેવજીભાઈ સોલંકીએ ગળાટૂંપો આપી દેતા તેનું મોત નિપજ્યું હતું જેથી પોલીસે હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઇ ભાઈની ફરિયાદ લઈને મૃતકના પિતા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.




Latest News