મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
SHARE









નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
ભારતભરમા 1 જુલાઇ નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામા આવે છે ત્યારે મોરબી મહાનગરપાલિકા તથા આઇ.એમ.એ. દ્વારા મોરબી શહેરમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી હતી અને ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય સેમીનારનુ આયોજન કરવામા આવ્યું હતું અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હીના મોરી તથા ડો. પાયલ ફળદુ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાયજીન તથા એનેમિયા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું અને આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો તથા તાલુકા પ્રાથમિક શાળા નં.૧ ખાતે બાળરોગ નિષ્ણાંત ડો. ચિરાગ જેતપરીયા અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નાના બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય બાબતે સમજ આપેલ તથા બાળકોની આરોગ્ય તપાસણી કરવામા આવી હતી. તદુપરાંત નેશનલ ડોક્ટર્સ ડે નિમિતે ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીના ડોકટરો માટે આઇ.એમ.એ. હોલ મોરબી ખાતે એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર કુંજન પટેલ દ્વારા હોસ્પિટલ બાંધકામને લગતા તથા ફાયર સેફ્ટી ઓફિસર દેવેંદ્રસિંહ જાડેજા દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અંગે માહિતી આપવામા આવી હતી. આ કાર્યક્રમમા આઇ.એમ.એ. પ્રમુખ ડો. અંજના ગઢિયા તથા સેક્રેટરી ડો.હીના મોરી, આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડિયા, મોરબી મહાનગરપાલિકા તથા બહોળી સંખ્યામા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
