મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો
SHARE









મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો
મોરબીના રવાપરા ગામ પાસેથી એક બાળક ગુમ થયો હતો જેથી તેના પરિવારજનો તે બાળકને શોધી રહ્યા હતા તેવામાં કાલાવડ સુધી તે બાળક પહોચી ગયો હતો જેથી ત્યાંની પોલીસે રવાપરા ગામના પૂર્વ સરપંચને જાણ કરતા તેઓ બાળકના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને બાળકને મોરબી લઈ આવીને તેના પરિવારજન સાથે તેનું મિલન કરાવ્યું હતું.
મોરબી નજીકના રવાપરા પાસે રહેતા સંજયભાઈ ભરવાડિયાનો 8 વર્ષનો દીકરો ગોવિંદ છેલ્લા સાત દિવસથી ગુમ થઈ ગયો હતો જેથી તેને પરિવારજનો શોધતા હતા તેવામાં રવાપરા ગામના પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણાને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, તમારા ગામનો એક બાળક કાલાવડમાંથી મળી આવેલ છે અને તેનું નામ ગોવિંદ છે જેથી તેઓ ગોવિંદના પરિવારજનને સાથે લઈને ત્યાં ગયા હતા અને ગોવિંદને મોરબી લઈ આવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું. જો કે, ગોવિંદ મોરબીથી કાલાવડ સુધી ગયો કેવી રીતે તે બાબતની કોઈ સ્પષ્ટતા હાલમાં થયેલ નથી.
