હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
SHARE









હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
હળવદ તાલુકામાંથી ગાંજાનો ૬ કીલો ૮૯૦ ગ્રામ (ઈન્ટરમીડીયેટ કોન્ટેટી) જથ્થો કબ્જે કરીને પોલીસે આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલેને પકડ્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટનો ગુનો નોંધાયેલ હતો જે આરોપીએ વકીલ મારફતે જામીન મુક્ત થવા માટે અરજી કરી હતી અને તે આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ હળવદ પોલીસે ૬ કીલો ૮૯૦ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે રહે. હાલે હળવદ વાળાને પકડીને તેની સામે એન.ડી.પી.એસ. એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અને ગુનાના કામે આરોપીની અટક કરી હતી. તે આરોપીએ મોરબીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરી હતી જે કામે આરોપીના વકીલ મનિષ પી. ઓઝાએ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબએ આરોપી અરૂણભાઈ કાલુસીંગ પટલે ના ૧૫,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મંજૂર કરેલ છે અને આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.
