મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત
મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી
SHARE









મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી
મોરબીમાં કન્યા છાત્રાલય પાસે આવેલ સોસાયટીઓના રસ્તા અતિદયનીય છે અને રોડ માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ રોડ રસ્તાના કામ કરવામાં આવતા નથી અને ખાડાના કારણે લોકો હેરાન હતા જેથી કરીને આજે સ્થાનિક મહિલાઓ સહિત અંદાજે 500 જેટલા લોકો દ્વારા મોરબીનો સનાળા રોડ એક કલાક સુધી ચક્કાજામ કરી દેતા વાહનોના થપ્પા લાગી ગયા હતા ત્યારબાદ ડેપ્યુટી કમિશનર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો
તાજેતરમાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ઠેર ઠેર લોકો પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધ અને આંદોલન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે તેવામાં બે દિવસ પહેલા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જો પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં વિસાવદર વાળી મોરબીમાં થશે અને ભાજપનો ગઢ હોવા છતાં ચિત્રકૂટમાં ભાજપનું કાર્યાલય ખોલવા દેવામાં નહીં આવે તેવી ચીમકી વિચારવામાં આવી હતી
ત્યારબાદ સતત બીજા દિવસે ચિત્રકૂટ સોસાયટીની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપરની અવધ, સોસાયટી, સરદાર સોસાયટી સહિતના સોસાયટીમાં રહેતા લોકો દ્વારા રોડ રસ્તા, ગટર વિગેરે જેવા પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ઉકેલવામાં આવતા ન હોવાના કારણે આજે બપોરે 4:30 વાગ્યે પહેલા કન્યા છાત્રાલય રોડ ઉપર લોકો એકત્રિત થયા હતા અને ત્યાં રસ્તો ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ મોરબીના સનાળા રોડ ઉપર મહિલાઓ સહિતના લોકો પહોંચ્યા હતા અને રોડ રસ્તા, ગટર સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ સાથે લગભગ દોઢ કલાક સુધી મોરબીનો ધોરીમાર્ગ સમાન સનાળા રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. અને જોકે પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ચૂંટણીના ભજીયા નહીં પરંતુ આ વખતે કજીયા થવાના છે તેવી ચીમકી સ્થાનિક લોકો ઉચ્ચારી છે
જેથી કરીને સ્કૂલ બસ, એસટી બસ સહિતના વાહનો ત્યાં રસ્તા ઉપર ફસાઈ ગયા હતા અને સ્થળ ઉપર મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની દોડી આવ્યા હતા ત્યારબાદ લોકોએ તેમને સ્થળ ઉપર જે પરિસ્થિતિ છે તે અધિકારી પણ જાતે અનુભવે તે માટે થઈને ત્યાં લઈ જવા માટેનો આગ્રહ કરતાં અધિકારી તેઓની સાથે જ તેમના વિસ્તારમાં ગયા હતા અને તેમના રોડ રસ્તા, ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં સનાળા રોડ ઉપર જે ટ્રાફિકજામ હતો તેને લોકોએ ખુલ્લો કર્યો છે.
