મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત
SHARE









મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત
મોરબી મહાનગર પાલિકાનાં વોર્ડ નંબર ૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારમાં પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટર લાઇન નાખવાની કામગીરીના કારણે ખરાબ થયેલ રસ્તામાં ભરતી-મોરમ ભરવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવા સ્થાનીક દ્રારા મહા પાલીકામાં લેખીત રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબીની તેજાણીની વાડી, બોરીયા પાટી, લીલાપર-કેનાલ રોડ ખાતે રહેતા ગિરધરભાઈ ભગવાનજીભાઈ પરમારએ મોરબી મહાનગર પાલિકાના કમીશ્નરને પત્ર લખીને રજૂઆત કરેલ છેકે, મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૨ માં આવેલ તેજાણીની વાડી વિસ્તારનાં રહીશોની રજૂઆત છેકે આ વિસ્તારમાં હાલે પાણીની પાઈપ લાઇન તેમજ ભુગર્ભ ગટરની લાઇન નાખવાની કામગીરી થયેલ છે.જેના લીધે રસ્તાઓ તોડી નાખેલ છે.જેથી હાલ પડેલા વરસાદના કારણે આ વિસ્તારમાં ગારા કીચડનું સામ્રજ્ય સર્જાયું છે.જેના કારણે રસ્તામાથી ચાલીને નીકળી શકાય તેમ શક્ય નથી.તેમજ વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે અને વરસાદી પાણીને કારણે બીમારી-માંદગીનું જોખમ પણ ઊભું થાય તેવા સંજોગો છે.તેથી તંત્રને અપીલ છેકે તાત્કાલિક ધોરણે જો ભરતી-મોરમની આ રસ્તામાં નાંખવામાં આવે તો ચાલીને કે વાહન લઈ નિકળી શકાય અને પડતી મુશ્કેલીનું નિરાકરણ થાય અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય તેવી રજૂઆત ત્યાંના રહેવાસી ગિરધરભાઈ પરમારએ કરેલ છે.
