મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત
હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા
SHARE









હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા
હળવદના જુના દેવળીયા ગામની સીમમાં વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 6 શખ્સ પકડાયા હતા. જેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં રસિકભાઈ ભોરણીયાની વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રસિકભાઈ અરજણભાઈ ભોરણીયા 40, અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ફેફર 45, ધીરુભાઈ ઉર્ફે ખેરું અમરસીભાઈ અઘારા 52, જયંતીભાઈ લાભુભાઈ ભોરણીયા 56, શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા 60 રહે. બધા જૂના દેવળીયા અને બળદેવભાઈ જગજીવનભાઈ કાલરીયા 55 રહે રોહીશાળા તાલુકો માળીયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
