મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે રોડ પર આવેલ જાંબુડીયા ગામ પાસે નાયરાના પેટ્રોલ પંપ સામેથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નાની વાવડી ગામે સિદ્ધિવિનાયક પાર્ક-2 માં રહેતા ઘનશ્યામભાઈ ભુપતભાઈ ચારોલીયા (27) એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 2157 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નાયરાના પેટ્રોલ પંપની સામેના ભાગમાંથી તેના મોટાભાઈ ધર્મેશભાઈ ભુપતભાઈ ચારોલીયા (30) બાઈક નંબર જીજે 14 એક્યૂ 1616 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને ટ્રક ટ્રેલરના ચાલકે ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News