મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા


SHARE

















હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા

હળવદના જુના દેવળીયા ગામની સીમમાં વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 6 શખ્સ પકડાયા હતા. જેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં રસિકભાઈ ભોરણીયાની વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રસિકભાઈ અરજણભાઈ ભોરણીયા 40, અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ફેફર 45, ધીરુભાઈ ઉર્ફે ખેરું અમરસીભાઈ અઘારા 52, જયંતીભાઈ લાભુભાઈ ભોરણીયા 56, શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા 60 રહે. બધા જૂના દેવળીયા અને બળદેવભાઈ જગજીવનભાઈ કાલરીયા 55 રહે રોહીશાળા તાલુકો માળીયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News