મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો


SHARE

















મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો
 
હળવદના વતની મેહુલ ભુપતભાઈ રતૈયાની ગાડી માર્કેટિંગયાર્ડ પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ ચોરી ગયેલ.ચોલામંડલમ ઇન્શ્યુરન્સ કંપનીનો તેઓનો વીમો હતો.જોકે વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા મેહુલભાઈએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહકસુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને મળીને ગ્રાહક અદાલતમા કેસ કરતા અદાલતે છ ટકાના વ્યાજ સાથે ત્રણ લાખ છેતાલી હજાર ત્રણસો (રૂા.૩,૪૬,૩૦૦) ચૂકવવાનો આદેશ કરિયો હતો.જે બદલ મેહુલભાઈને મોરબી શહેર-જીલ્લા ગ્રાહકસુરક્ષા મંડળના મંત્રી રામભાઈ હસ્તક ચેક આપવામા આવ્યો હતો.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૯ જુલાઈ ના રોજ યોજાશે
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૧0:3૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીશ્રીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



Latest News