મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?


SHARE









લ્યો બોલો મોરબી જીલ્લાના ટીકર પાસે પુલ ચાલુ રાખવા માટે તંત્ર મરાવે છે થીગડા !: વડોદરા જેવી ઘટના બને તો જવાબદાર કોણ ?

ગુજરાતમાં પુલ તૂટવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં હળવદ તાલુકાના ટીકર ગામ પાસે જર્જરિત પુલમાં એક બે નહિ પરંતુ છેલ્લા વર્ષોમાં પાંચ જેટલા થીગડા મારવામાં આવ્યા છે તેમ છતાં પણ આજની તારીખે તે પુલ નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યું છે અને ત્યાંથી સ્કૂલ બસ સહિતના વાહનો પસાર થતા હોય છે ત્યારે જો કોઈ જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે

વડોદરા અને આણંદને જોડતા રસ્તા ઉપર બનાવવામાં આવેલ ગંભીરા પુલ બુધવારે તૂટી પડ્યો હતો અને તેના કારણે પુલ ઉપરથી પસાર થતા વાહનો ધડાકાભેર નદીમાં પડ્યા હતા અને આ ગંભીર અકસ્માતમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે અને આવી જ ઘટનાઓ અન્ય જગ્યાએ પણ બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો હળવદ તાલુકાના ટીકર ગામ પાસે વર્ષ 2003-04 ની વચ્ચે બ્રાહ્મણી નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલ જર્જરિત થઈ ગયો છે છેલ્લા વર્ષોમાં એક બે નહીં પરંતુ પાંચ જેટલા થીગડા જુદી જુદી જગ્યા ઉપર આ પુલ ઉપર મારવામાં આવ્યા છે તેવી માહિતી ગામના માજી સરપંચ વિજયભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે.

વધુમાં ગામના રહેવાસી સદામભાઇ વલ્લીભાઇ અને જીગ્નેશભાઇ પરમારે માહિતી આપતા કહ્યું હતું કે, પુલની બંને બાજુએ ભારે વાહનોની પ્રવેશબંધીના બોર્ડ મુકવામાં આવ્યા છે પરંતુ તેની અમલવારી કરવા માટે થઈને નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી જેથી કરીને આ પુલ ઉપરથી આજની તારીખે પણ કાર, સ્કૂટર, રીક્ષા વગેરે જેવા વાહનો ઉપરાંત સ્કૂલ બસ એમ્બ્યુલન્સ અને રાત્રીના સમયગાળા દરમિયાન ભારે વાહનો પણ પસાર થતા હોય છે ત્યારે ગામમાં અવરજવર માટેનો આ મુખ્ય જે પુલ છે તે વડોદરાના પુલની જેમ જો તૂટી પડે તો તેના માટે જવાબદાર કોણ અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવાય તો તેના માટે જવાબદાર કોણ આવા અનેક સવાલો મોરબી જિલ્લાના તંત્ર સામે ગામના લોકોએ કર્યા છે.

જોકે ગામમાં રહેતા હેમુભાઇ જોગીયાણીએ કહ્યું હતું કે, ટીકર ગામથી 15 ગામને જોડતો આ મુખ્ય રસ્તા ઉપરનો પુલ છે આ સિવાયનો જે બીજો પુલ નદીમાં બેઠા પુલ તરીકે ઓળખાય છે ત્યાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવી જાય ત્યારે ગામના લોકોને ગામની અંદર અવરજવર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ બાબતની સ્થાનિક અધિકારીઓને તંત્રને જાણ હોવા છતાં પણ આ જર્જરીત અને જોખમી પુલને યોગ્ય કરવા માટે અથવા તો પાડીને નવો બનાવવા માટેની નકકર કામગીરી આજ દિવસ સુધી કરવામાં આવી નથી ત્યારે આ જોખમી પુલ જીવલેણ સાબિત થાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.




Latest News