મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોમાસાને લઈને ઊભી થયેલ વિકટ પરિસ્થિતી ઉકેલવા કાંતિભાઇ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપના આગેવાનોની મિટિંગ યોજાઇ


SHARE









મોરબીમાં ચોમાસાને લઈને ઊભી થયેલ વિકટ પરિસ્થિતી ઉકેલવા કાંતિભાઇ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપના આગેવાનોની મિટિંગ યોજાઇ

મોરબી શહેરી વિસ્તારમાં છેલ્લા દિવસોથી લોકો પ્રાથમિક સુવિધા માટે ચકાજામ કરી રહ્યા છે ત્યારે આજે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબી નગરપાલિકાના માજી સભ્યો, ભાજપના સિનિયર આગેવાનો, હોદ્દેદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને લોકોને પડતી સમસ્યાઓ તાત્કાલિક ઉકેલાય તેના માટે ભાજપની ટીમ હવે અધિકારીઓની સાથે રહીને કામ કરશે તેવું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ બાબતે કાંતિભાઈ દ્વારા કાલે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ પણ કરવાના  છે.

મોરબીમાં ચિત્રકૂટ સોસાયટી, નાની કેનાલ રોડ, કન્યા છાત્રાલય રોડ, પંચાસર રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં લોકો દ્વારા રોડ રસ્તા પાણી લાઈટ સફાઈ વગેરે જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને રોડ ઉપર આવીને ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે તેવી ઘટનાઓ છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર બની છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે મોરબી શહેર અને જિલ્લાના ભાજપના સિનિયર આગેવાનો, વર્તમાન હોદ્દેદારો તેમજ મોરબી નગરપાલિકાના માજી સદસ્યો સહિતનાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે મોરબીના જુદા જુદા વિસ્તારોમાંથી લોકોના પ્રશ્નો સામે આવી રહ્યા છે તેના નિરાકરણ માટે થઈને તંત્રની સાથે રહીને ભાજપના આગેવાનો દ્વારા વહેલી તકે લોકોના પ્રશ્નો ઉકેલાય તેવું કામ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને આવતીકાલે મોરબી જિલ્લાના કલેક્ટર તથા મનપાના કમિશનર સાથે કાંતિભાઈ અમૃતિયાની મીટીંગ યોજાશે અને કામનું આયોજન નક્કી કરવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે.




Latest News