મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવી કોમેન્ટ ઇન્સ્ટગ્રામમાં કરનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવી કોમેન્ટ ઇન્સ્ટગ્રામમાં કરનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીમાં થોડા સમય પહેલા ખાટકીવાસ પાસે ગૌરક્ષકો ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો હતો અને તેને લઈને જે વિડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ થયા હતા તેમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તે રીતની કોમેન્ટો કરવામાં આવી હોવાથી મોરબીના ગૌરક્ષક દ્વારા બે જુદા જુદા ઇન્સ્ટગ્રામ આઈડીના ધારકો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (37)એ ઇન્સ્ટગ્રામ આઇ.ડી sp-samir-47 અને ઇન્ટાગ્રામ આઇ.ડી s4hidz ના ધારકો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા મોરબીના ખાટકીવાસ પાસે ગૌરક્ષકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લગતા વિડીયો સોશ્યલ મીડિયાની અંદર મુકવામાં આવ્યા હતા અને તે વિડીયો ઉપર બંને ઇન્સ્ટગ્રામ આઈડીના ધારકો દ્વાર ધર્મની લાગણી દુબઈ તે રીતે પોતાના ઇન્સ્ટગ્રામમાંથી કોમેન્ટોમાં ગાળો લખવામાં આવી હતી અને બે કોમ વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ધિક્કાની લાગણી ફેલાય તે પ્રકારની કોમેન્ટો લખવામાં આવી હતી જેથી હાલમાં કમલેશભાઈ રૂંજા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

હળવદના રણમલપુર ગામે દેવજીભાઈ પટેલના ઘર પાસે રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (60) નામના વૃદ્ધે બાઈક નંબર જીજે 13 એમએમ 7253 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વોડાફોન સ્ટોર સામે લેટેસ્ટ સ્પા નીચેના ભાગે રોડ ઉપરથી પોલીસે એક શખ્સને પકડ્યો હતો અને તેને ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે મહેન્દ્રભાઈ શામજીભાઈ સોલંકી (24) રહે ઇન્દિરાનગર શેરી નં- 4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

ટંકારા નજીક આવેલ આર્યવ્રત શાળાની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દિનેશભાઈ નગરસિંગ મોહનીયા (33) રહે. આર્યવ્રત શાળાની પાછળના ભાગમાં વાડીમાં ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News