મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રૈન બસેરા ખાતે બાલ વાટીકાનો શુભારંભ: જલારામ ધામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ અર્પણ કરી


SHARE









મોરબીમાં રૈન બસેરા ખાતે બાલ વાટીકાનો શુભારંભ: જલારામ ધામના અગ્રણીઓએ શૈક્ષણિક કીટ અર્પણ કરી

મોરબી જલારામ ધામ દ્વારા  મહાનગરપાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રય સ્થાન (રૈન બસેરા) ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન આપવામાં આવી રહ્યું છે અને રૈન બસેરા ખાતે બાલ વાટીકાનો શુભારંભ થતા મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી અને રૈન બસેરાના સંચાલકો દ્વારા જલારામ ધામના અગ્રણીઓના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી અવિરતપણે કરવામાં આવી રહી છે. પંડિત દિનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત મોરબી રૈન બસેરા ખાતે નિરાધાર તેમજ નિરાશ્રિત બાળકો ને પાયા નું શિક્ષણ મળી રહે તે હેતુસર બાલ વાટીકા ની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઘરવિહોણા લોકો ના બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા  UCD શાખા ના અધિકારી ચિરાગભાઈ વાઢેર, આશ્રયગૃહ ના મેનેજર પરેશભાઈ ત્રિવેદી તથા કેર ટેકર સ્મિતાબેન ગોસ્વામી દ્વારા ઘરવિહોણા લોકો ના ઉત્થાન માટે અવિરત સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. આશ્રયગૃહ ના સંચાલકો દ્વારા મોરબી શ્રી જલારામ ધામ ની સેવા ને બિરદાવવા સંસ્થા ના અગ્રણીઓને આશ્રયગૃહ ની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને મોરબી શ્રી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, પારસભાઈ ચગ સહીતનાં અગ્રણીઓએ આશ્રયગૃહ ની મુલાકાત લીધી હતી તેમજ નિરાશ્રિત બાળકો ને શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી. સંસ્થા દ્વારા જલારામ ધામ ના અગ્રણીઓના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવી તેમની સેવાને બિરદાવી હતી. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ ધામ ના અગ્રણીઓએ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે બંને ટાઈમ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.




Latest News