મોરબીમાં વીમા ધારકને ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વિમાની રકમનો ચેક મળ્યો
હું 5 વર્ષ મોરબીમાં ધારાસભ્ય ન હતો ત્યારે 100 ડાભોરીયા આવી ગયા હતા, જે હાલ ગુફામાં છે એમાં એનો હાથ છે: ચક્કાજામના વિરોધ બાબતે કાંતિભાઈ અમૃતિયાનો સટીક જવાબ
SHARE
હું 5 વર્ષ મોરબીમાં ધારાસભ્ય ન હતો ત્યારે 100 ડાભોરીયા આવી ગયા હતા, જે હાલ ગુફામાં છે એમાં એનો હાથ છે: ચક્કાજામના વિરોધ બાબતે કાંતિભાઈ અમૃતિયાનો સટીક જવાબ
મોરબીમાં છેલ્લા દિવસો દરમિયાન જે જે વિસ્તારમાંથી લોકો દ્વારા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને ચક્કાજામ કરીને આંદોલન કરવામાં આવ્યા હતા તે વિસ્તારમાં કાંતિભાઈ અમૃતિયા ગઈકાલે મોડી રાત્રે કલેકટર, કમિશનર અને ડેપ્યુટી કમિશનરને લઈને પહોચ્યા હતા અને ત્યાં લોકોની જે સમસ્યાઓ છે તે તાત્કાલિક ધોરણે દૂર થાય તેના માટે કઈ કામગીરી ઝડપથી કરી શકાય તેના માટેની ચર્ચા કરી હતી અને ત્યાર બાદ મોરબીમાં વારંવાર વિસાવદર વાળી કરવાની જે ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી તેનો સટીક જવાબ આપતા ધારાસભ્યએ કહ્યું હતું કે, હું પાંચ વર્ષ ધારાસભ્ય ન હતો ત્યારે 100 ડાભોરીયા આવી ગયા હતા, જે હાલ ગુફામાં છે જેનો પણ આમાં હાથ છે.
મોરબીમાં ચિત્રકૂટ સોસાયટી, નાની કેનાલ રોડ, કન્યા છાત્રાલય રોડ, પંચાસર રોડ વિગેરે વિસ્તારમાંથી જે રીતે જન આંદોલન થયા અને ચક્કાજામ કલાકો સુધી કરવામાં આવ્યું અને સૂત્રાચાર કરવામાં આવ્યા તેમજ દરેક જગ્યા ઉપર વિસાવદર વાળી કરવા માટે ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી તેવામાં ગાંધીનગરથી આવ્યા બાદ ભાજપના આગેવાનો અને અધિકારીની સાથે બેઠક કર્યા પછી મોડી રાતે ધારાસભય કાંતિભાઈ અમૃતિયા જે જે વિસ્તારોમાં લોકોએ આંદોલન કર્યા હતા ત્યાં કલેકટર કે.બી.ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજયભાઈ સોની સહિતના અધિકારી અને ભાજપની સ્થાનિક ટીમ સાથે ગયા હતા અને પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો જેમાં રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ તથા સ્ટ્રીટ લાઈટના કામો ઝડપથી કઈ રીતે કરી શકાય તેના માટેની અધિકારીઓ સાથે સ્થાનિક લોકોની હાજરીમાં ચર્ચા કરી હતી.
ત્યારબાદ પત્રકારોને માહિતી આપતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે વીસીપાર, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારોમાં તેઓ ગયા હતા અને જે રીતે કાનાભાઈ ખોવાઈ ગયા છે તે સહિતની વાતો કરી હતી તેનો જવાબ આપતા કહ્યું હતું કે, “કાનાભાઈ ક્યાંય ખોવાઈ ગયા નથી” સોમ, મંગળ અને બુધ ત્રણ દિવસ તે ગાંધીનગર હોય છે અને સરકારની કમિટીની મીટીંગો હોય જેમાં સચિવ સહિતના અધિકારીઓ હાજર હોય છે અને આખા ગુજરાતની ઘણી બધી કામગીરી તેમાં કરવાની હોય છે ત્યારબાદ મોરબીના જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે કલેકટર, કમિશનર, સચિવ અને મુખ્યમંત્રી સુધી જે કરવાની થતી હતી તે રજૂઆતો કરી હતી અને આજે મોરબીમાં આવ્યાની સાથે જ અધિકારી અને ભાજપના આગેવાનો, હોદ્દેદારોને, પાલિકાના માજી સભ્યો સાથે મીટીંગ કરી હતી અને તંત્રની સાથે રહીને લોકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે થઈને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.
વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે સરકાર પાસે પૈસા પુષ્કળ છે અને મોરબીના લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં પણ આવ્યા છે પરંતુ તેના માટેના જરૂરી આયોજન, મંજૂરી, ટેન્ડર વિગેરે કરવાનું હોય તે કામ કરવામાં આવે ત્યારબાદ કામગીરી કરવામાં આવે છે. હાલમાં ચોમાસું ચાલુ હોવાના કારણે ચોમાસુ પૂરું થયા બાદ જેટલા પણ કામો મોરબીમાં મંજૂર થયા છે તે તમામ કામો એકીસાથે મોરબીના લોકોની સુખાકારી વધે તેના માટે હાથ ધરવામાં આવશે અને હાલમાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય ત્યાં દેખાવ કરવા માટે અમુક લોકો આવી જાય છે તેઓને ટકોર કરતા ધારાસભ્યએ કહ્યું હતું કે સરકાર પાસે ખૂબ પૈસા છે કોઈપણ પ્રકારની કોઈએ દાતારી કરવા આવવાની જરૂર નથી અને તંત્રને જે કામ કરવાનું થતું હશે તે રાત ઉજાગરા કરીને પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. તેવી પણ ધારાસભ્યએ ખાતરી આપી છે.
જો કે, છેલ્લા ત્રણ દિવસમાં જે આંદોલન થયા તેમાં ખાસ કરીને લોકો વિસાવદર વાળી કરવાની ચીમકી વિચારતા હતા જેથી આ બાબતે પત્રકારો કરાયેલ સવાલના જવાબમાં કહ્યું હતું કે, જ્યારે પાંચ વર્ષ હું ધારાસભ્ય ન હતો ત્યારે મોરબીમાં 100 ડાભોરીયા આવી ગયા હતા. જેમાં 10 ટકા, 20 ટકા થી લઈને જમીન પડાવી લેવા વાળા જે હાલમાં ગુફામાં જતાં રહ્યા છે આમાં તેઓનો પણ હાથ છે. અને રહી વાત વિસાવદર વાળી કરવાની 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીના માતા વિષે ગોપાલ ઇટાલિયા બોલ્યા હતા ત્યારે મારા પત્નીએ તેને જવાબ આપી દીધો હતો અને ગમે ત્યારે ચૂંટણી લડવા માટે આવે હું રાજીનામું મૂકી દઈશ અને ગોપાલભાઈ ઇટાલીયા ચૂંટણી લડે અને ચૂંટણી જીતે તો હું તેને બે કરોડ રૂપિયા આપીશ આવી ખુલ્લી ચેલેન્જ કાંતિભાઈ અમૃતિયાએ આપી હતી