વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા


SHARE









મોરબીના મહેન્દ્રનગર પાસે એસટી બસની હડફેટે ત્રણ ગાયના મોત, એકને ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે હળવદ રોડ ઉપર તા.૯-૭ ના વહેલી સવારના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રોડ સાઈડમાં બેઠેલી ચાર ગાય એસટી બસની ઝડપે ચડી જતા ત્રણ ગાયના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે એક ગાયને ઇજાઓ થઈ હોય યદુનંદન ગૌશાળા દ્વારા તેને સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે દેવગઢ બારિયા એસટી ડેપોના કંડકટર ગોરધનભાઈ નાનાભાઈ ડામોર દ્વારા ફોન દ્વારા જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે એસટી બસ નંબર જીજે ૧ સીઝેડ ૯૯૩૯ લઈને પોતે તથા ડ્રાઇવર રતનભાઇ પટેલ નીકળ્યા હતા અને તા.૯-૭ ના વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તેઓ બસ લઈને આમરણ જતા હતા ત્યારે મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ ઉપર એસટી બસની બાજુમાંથી નીકળે ટેલર ચાલકે વાહન દબાવતા બસ સાઈડમાં લેવી પડી હતી અને તે બસ રોડની સાઈડમાં બેસેલા ગાયોના ધણ ઉપર ચડી ગઈ હતી.જેમાં ત્રણ ગાયોના મોત નિપજયા છે જ્યારે એક ગાયને ઈજા થઈ હોય તાત્કાલિક યદુનંદન ગૌશાળાને જાણ કરવામાં આવી હતી અને તે ગાયને સારવારમાં લઈ જવામાં આવી હતી.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા લાલાભાઇ મનસુખભાઈ મોરતરીયા નામના ૨૫ વર્ષના યુવાનને સામાકાંઠે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રંગપર પાસે રહેતા નરભેરામભાઈ ગોવિંદભાઈ હરસોલા નામના ૭૭ વર્ષના આધેડને ખેતરે આંબાભાઇ ભરવાડ સાથે બોલાચાલી ઝઘડો થયા બાદ લાકડી વડે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ જામનગરના વસંત વિહાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા હિનાબેન જગદીશભાઈ લાખાણી નામના ૫૯ વર્ષના મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે મોરબીના વાવડી રોડ કુબેરનગર પાસે તેઓ બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી લખધીરવાસ વિસ્તારમાં રહેતા વિઠ્ઠલદાસ પોપટલાલ ભગદેવ નામના ૭૫ વર્ષના વૃદ્ધને શનાળા રોડ આરાધના સોસાયટી નજીક બાઇક પાછળથી પડી જવાના બનાવમાં ઇજા પામેલા હાલતમાં ઓમ હોસ્પિટલએ લવાયા હતા.તેમજ મોરબી પંચાસર રોડ કોચલની વાડી વિસ્તારમાં રહેતા પરિવારનો વિહાન રમેશભાઈ ચાવડા નામનો ૧૧ વર્ષનો બાળક પિતા પાછળ બાઇકમાં બેસીને જતો હતો ત્યારે પડી જતા ઈજા થતાં તેને પણ સારવાર માટે લઈ જવાયો હતો.




Latest News