મોરબીની શનાળા ચેકપોસ્ટે નશાયુકત હાલતમાં કચ્છના ત્રણ ઇસમો પકડાયા
SHARE









મોરબીની શનાળા ચેકપોસ્ટે નશાયુકત હાલતમાં કચ્છના ત્રણ ઇસમો પકડાયા
મોરબીના જુદા જુદા માર્ગો ઉપર હાલમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે જ્યાં સમયાંતરે વાહન ચેકિંગ કરવામાં આવે છે દરમિયાન ગતરાત્રિના મોરબીના શનાળા-રાજપર ચોકડીએ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કચ્છના ત્રણ ઈસમો કારમાં નાશયુક્ત હાલતમાં હતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનાળા-રાજપર ચોકડીએ ચેકપોસ્ટ પાસેથી નિકળેલી કાર નંબર જીજે ૧૨ જે ૭૭૯૭ ને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી અડધી બોટલ દારૂ મળી આવ્યો હતો અને અડધી બોટલ દારૂ ઉપરાંત કારમાં સવાર ઈસમો નસાની હાલતમાં મળી આવ્યા હોય હાલમાં પોલીસે હરેશ વાલજીભાઈ આગરીયા આહીર (૨૩) રહે. અંતરજાળ તા.ગાંધીધામ જી.કચ્છ, સંદીપ ઘનશ્યામભાઇ ઠક્કર લોહાણા (૩૩) રહે.રઘુવંશીનગર મુન્દ્રા રોડ ભુજ (કચ્છ) અને મયૂર શંભુભાઇ હેઠવાડિયા આહીર (૩૧) રહે.૩-કામધેનુ અંજાર(કચ્છ) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રૂપિયા ૬૦ હજારની કિંમતની કાર સાથે દારૂની મહેફિલ માણતા ત્રણેયની નસાયુકત હાલતમાં પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.પીએસઆઇ એચ.જે.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
મહિલા સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફખરીપાર્ક વિસ્તારમાં રહેતા તસ્લીમબેન ફકરૂદ્દીન કોન્ટ્રાક્ટર જાતે વોરા નામની ૩૨ વર્ષીય મહિલાએ ફિનાઇલ પી લેતા તેને સદભાવના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જેથી બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહેલે તપાસ કરતાં પરિવારીક બાબતને લીધે તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું હાલની તપાસમાં ખૂલ્યુ હતુ.જ્યારે મોરબીના રવાપર નદી ગામે આવેલ એડવર્ટ પાર્ટીકલ બોર્ડ નામ યુનીટમાં બોઇલર ઉપર કામ કરતા સમયે દાઝી ગયેલા અર્જુન બાબુભાઇ નામના ૨૯ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
સગીર સારવારમાં
મોરબીના ભરતનગર ગામ પાસે રહેતો સાહિલ રહેમતભાઇ શેખ નામનો ૧૬ વર્ષીય સગીર અમરનગર પાસે આવેલ રવિ પ્લાઝા પાસેની પંચર દુકાને હતો ત્યાં ટ્રકનું ટાયર ફાટતાં તેને ડાબા પગના ભાગે ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા બળદેવભાઈ હડીયલ તેઓની આઠ વર્ષની દીકરી કાવ્યાને બાઈકમાં બેસાડીને જતા હતા તે દરમિયાન રસ્તામાં કાવ્યા નિચે પડી જતા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.તેમજ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ક્રિપાલસિંહ તુભા જાડેજા નામના ૨૬ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો
