મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત
મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે થયેલ બાઈક ચોરીમાં એકની ધરપકડ
SHARE









મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે થયેલ બાઈક ચોરીમાં એકની ધરપકડ
મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસેથી થોડા સમય પહેલા બાઈક ચોરી થઇ હતી જે બનાવવાની મોરબી સીટી એ-ડિવિઝન પોલીસમથક ખાતે ક્રિપાલભાઈ રમણીકભાઈ મેંદપરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી ચોરીનો ગુનો નોંધાયો હોય તેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.જે.ચાવડા તેમજ સ્ટાફે બાઇક ચોરીના ગુનામાં સુનિલ ભાવસિંગ નાયકા આદિવાસી (૨૪) રહે.પાલસંડા છોટાઉદેપુરની ધરપકડ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ નજીક આવેલા કલ્યાણપુર ગામનો રહેવાસી રણજીતભાઈ ગફલભાઈ ચૌહાણ નામનો ૨૫ વર્ષીય યુવાન બાઇક લઇને નખત્રાણા (કચ્છ) જતો ત્યારે માળીયા હાઈવે ઉપર દેવડીયા ચોકડી પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રણજીતભાઈને અહીંયાની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
રાજકોટના જામકંડોરણા પાસે આવેલા ખજૂરડા ગામના રહેવાસી રાજેશભાઈ જુઠાભાઇ હાંસલિયા જાતે પટેલ નામના ૫૨ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા તે દરમિયાનમાં તેઓનું બાઈક ખાડામાં પડી જતા ઈજાગ્રસ્ત થયેલા રાજેશભાઈને અત્રે સાગર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લખધીરનગર ગામનો કિરણભાઈ ચંદુભાઈ જોગડીયા નામનો ૩૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સરતાનપર રોડ ઉપર તેના બાઉકને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા કિરણ જોગજીયાને અત્રે આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના રવાપર રોડ પર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા સાયરાબેન ઇબ્રાહીમભાઇ લંજા નામના ૫૨ વર્ષીય મહિલા વાહનમાં બેસીને દવાખાને જતા હતા ત્યારે સિવિલ હોસ્પિટલ પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા સાયરાબેનને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના શનાળા બાઇપાસ નજીક રહેતા રમેશભાઈ મનહરભાઈ સોલંકી નામના ૬૫ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખૂંટ્યો આડો ઉતરતા અકસ્માત થયો હતો જેથી રમેશભાઈ સોલંકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયા હતા.
