મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિનો સેમિનાર યોજાયો


SHARE









મોરબીની શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિનો સેમિનાર યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તાજેતરમાં સાયબર ક્રાઈમ જાગૃતિ માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસ વિભાગના અધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.

ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના સાયબર સેલ અધિકારીઓ અમિતભાઈ સી. બાખરીયા,  મનોજભાઈ ટી. લકમ, આકૃતીબેન સી. પીઠવા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેમ કે OTP ફ્રોડ, ફિશિંગ, UPI ઠગાઈ, લોટરી સ્કેમ, નકલી લોન/જોબ ઓફર, સોશ્યલમીડિયા છેતરપિંડી વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી આવી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને ઓનલાઇન વ્યવહાર દરમ્યાન સુરક્ષિત રહેવા માટેની વિવિધ રીતો સમજાવવામાં આવી હતી આ ઉપરાંત ઘણા મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતાઅને સાયબર ગુનાની ઘટનાઓ માટે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો, mass media એપ્લીકેશનમાં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવું જોઈએ તેવી પણ ટકોર કરી હતી. અને કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી રાખવામા આવી હતી જેમાં હાજર વિદ્યાર્થીઓએ અધિકારીઓને સાયબર સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પુછ્યા હતા જેનો અધિકારીઓએ યોગ્ય જવાબ આપ્યો હતો.




Latest News