મોરબી: જામ દુધઈ ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત ટંકારાના હરબટીયાળી પાસેનો બનાવ: ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે બે યુવાનને હડફેટે લેતા એકનું મોત ટંકારા નજીક કારખાનાની ઓફિસમાં અને માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગારની બે રેડ: 7 શખ્સો 2.90 થી વધુના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં વિદેશી દારૂની 3 રેડ, 28 બોટલ દારૂ કબ્જે: બે આરોપી પકડાયા એકની શોધખોળ મોરબીમાં મહિલાએ પોતાના ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું મોરબી નજીક સિરામિક કારખાનામાં મશીનના કનવેલ્ટ બેલ્ટમાં હાથ ફસાઈ જતાં ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત મોરબીમાં આવેલ ભૂંભરની વાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: કમિશનરને કરી રજૂઆત મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો
Breaking news
Morbi Today

મોરબી મહા નગર પાલીકા ફાયર વિભાગ દ્વારા બે કોલેજ અને બે શાળાના ૧૫૯૩ વિદ્યાર્થીઓને ફાયરની તાલીમ આપી


SHARE

















મોરબી મહા નગર પાલીકા ફાયર વિભાગ દ્વારા બે કોલેજ અને બે શાળાના ૧૫૯૩ વિદ્યાર્થીઓને ફાયરની તાલીમ આપી

મોરબી મહા નગર પાલીકા ફાયર વિભાગ દ્વારા તા.૧-૭ થી તા.૭-૭ સુધીમાં ૨ કોલેજમાં ૪૬૩ વિદ્યાર્થીઓને અને બે સ્કૂલમાં ૧૧૩૦ બાળકો ખાતે ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી.વધુમાં પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઈન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકિટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.અને સાથે ફાયર એનઓસી ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. તેમજ મોરબી શહેરમાં બે જગ્યાએ આગ લાગવાના બનાવ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પોંહચીને ઈમરજન્સી સેવા આપવામાં આવી હતી.

આમ,આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈપણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય તે હતો.આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો ફોન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ ઉપર સંપર્ક કરી શકો છો.તેમ મહા નગરપાલિકાના ડેપ્યુટી કમિશનરએ યાદીમાં જણાવેલ છે.






Latest News