વાંકાનેરમાં પરશુરામ ધામ માટે રૂા.10 લાખની ગ્રાંટ ફાળવતા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા
ટંકારાના સરાયા ગામે અજાણ્યા આઈસરના ચાલકે બાઈકને હડફેટ લેતા આધેડ સારવારમાં
SHARE









ટંકારાના સરાયા ગામે અજાણ્યા આઈસરના ચાલકે બાઈકને હડફેટ લેતા આધેડ સારવારમાં, લાયન્સનગર અને ફિદાઈ પાર્કમાં મારામારીના બનાવ
ટંકારા તાલુકાના સરાયા ગામે બનેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલ જામનગરના આધેડને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે સરાયા ચોકડી પાસે અજાણ્યા આઈસરના ચાલકે બાઈકને હડફેટે લીધુ હતું. આ બનાવમાં રાજુભા વેલુભા જાડેજા (52) રહે. ટીંબડી, તા.જોડીયા, જી.જામનગરને ઈજા થતા અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.
જયારે દુધઈ નજીકના ભીમકટા ગામેથી કિશનભાઈ મેડા નામના 70 વર્ષના વૃદ્ધને બેભાન હાલતમાં 108 વડે સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા તેમજ ચોટીલા પાસેના થાનના વાદીપરામાં રહેતા સરોજબેન પ્રભુભાઈ સોલંકી (53)ને થાન ખાતે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લવાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
વૃદ્ધ સારવારમાં
થાન પાસેના તરણેતર ગામના જેરામભાઈ મોતીભાઈ સરવાડીયા નામના 61 વર્ષના વૃદ્ધને વાંકાનેરના ચિત્રાખડા અને મનડાસર ગામની વચ્ચે બાઈક સ્લીપ થવાની ઘટના ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
જયારે હળવદના વડનગરના બસસ્ટેશન પાછળ રહેતા જનક નાનુભાઈ કરોત્રા નામના 38 વર્ષના યુવાનને ગામમાં બાઈક સહીત પડી જતા સારવારમાં લવાયો હતો. તેમજ માળીયા (મીં)ના સોખીયા વાંઢ વિસ્તારમાં રહેતા નઝમાબેન ઈલ્યાસભાઈ સખાયા (75)ને બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
માળીયા (મીં)ના ખીરઈ ગામ નજીક ચાલુ ટ્રેનમાં ધકકો લાગતા નીચે પડી જવાથી ઈજા પામેલ મન્ટુભાઈ રાજભર (32) રહે.ઉતરપ્રદેશને મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મુનનગરના ચોકમાં હનુમાન મંદિર પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા અનિલ પ્રવિણભાઈ ગણેશીયા (31) રહે. સતવારા બોર્ડીંગ પાસે કાલીકા પ્લોટને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.
વૃદ્ધા સારવારમાં
મોરબીની નવયુગ સ્કુલ પાસે એકટીવામાંથી પડી જતા દુધીબેન નરશીભાઈ કાવર (ઉ.વ.90) રહે. 2-કુબેરનગર સોસાયટી, ત્રિલોકધામ મંદિર પાસે, નવલખી રોડને ઈજાઓ થતા દવાખાને સારવારમાં લઈ જવાયા હતા.
તો કંડલા બાયપાસ ઉપર રીક્ષામાં જતા વખતે કારના ચાલકે રીક્ષાને ટકકર મારતા નિલમબેન સુરેશભાઈ સોની (31) રહે. આનંદનગર કંડલા બાયપાસને ઈજા પામેલ હાલતમાં અત્રેની સિવિલે સારવારમાં લઈ જવાયા હતા.
તો પૈસાની ઉઘરાણી બાબતેના ઝઘડામાં લાયન્સનગર વિસ્તારમાં પાઈપ વડે ફટકારવામાં આવતા અબ્દુલા મહેબુબભાઈ (23) રહે. કાલીકાપ્લોટને સારવારમાં લઈ જવાયો હતો તેમજ આનંદનગર પાસેના ફિદાઈ પાર્કમાં થયેલ મારામારીના બનાવમાં રહેતા રહેતા રેશ્માબેન યાસીનભાઈ હાજીયાણી (35)ને ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા

