મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બોડી ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબીના યંગ ઇન્ડીયા ગૃપ દ્રારા રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસમાં લોકોના ડાયાબીટીસ અને હૃદય રોગની સારવાર માટે બોડી ચેકઅપ કરાયું, સાથેસાથે આયુષ્માન કાર્ડ પણ કાઢી અપાયા હતા.

મોરબીના જેલરોડ ઉપર આવેલા રબારીવાસ, વણકરવાસ અને વાલ્મિકીવાસમાં ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન હેઠળ આયુષ હોસ્પિટલ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં આ વિસ્તારમાં લોકોના ડાયાબીટીસ અને હૃદય રોગની સારવાર માટે બોડી ચેકઅપ કરાયું હતું. સાથેસાથે આયુષ્માન કાર્ડ પણ કાઢી અપાયા હતા.

મોરબીના જેલરોડ ઉપર આવેલા રબારીવાસ, વણકરવાસ અને વાલ્મીકીવાસમાં રહેતા લોકોના આરોગ્યના ચેકઅપ માટે તા.૩-૧૨ ને શુક્રવારે આ વિસ્તારમાં આવેલી સાર્વજનીક પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના નિરામય ગુજરાત અભિયાન હેઠળ આયુષ હોસ્પિટલ-મોરબી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી ડાયાબિટીસ બીપી, હૃદય રોગની સારવાર માટે સ્વાસ્થ્ય બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કેમ્પમા આયુષ હોસ્પિટલના ડો.ચેતન અઘારા, યંગ ઇન્ડીયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઇ રબારી વોર્ડ નં.૧૩ ના કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા અને ભાવિકભાઈ જારીયા તેમજ પુર્વ પાલીકા પ્રમુખ કેતનભાઇ વિલપરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્યને લગતા બોડી ચેકઅપ કરાવ્યા હતા. તેમજ સાથો સાથ આયુષ્માન કાર્ડ કાઢવામાં પણ આવ્યાં હતાં.




Latest News