મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી
Breaking news
Morbi Today

ચૂંટણી લડવા થનગનતા લોકો માટે પ્રેરણારૂપ: મોરબીનું રવાપર નદી ગામ છેલ્લા ૪૨ વર્ષથી સમરસ


SHARE







ચૂંટણી લડવા થનગનતા લોકો માટે પ્રેરણારૂપ: મોરબીનું રવાપર નદી ગામ છેલ્લા ૪૨ વર્ષથી સમરસ

હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ગામના આગેવાનો અને યુવાનો સહિત ઘણા લોકોના મનમાં ચૂંટણી લડવા માટે ઘોડા થનગની રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાના રવાપર નદી ગામની તો આ ગામની અંદર છેલ્લા ૪૨ વર્ષમાં ગ્રામ પંચાયતના સરપંચ માટે તેની ચૂંટણી યોજાઈ નથી અને ગામના વડીલો અને આગેવાનો દ્વારા નક્કી કરીને જે વ્યક્તિને સરપંચની જવાબદારી સોંપવામાં આવે છે તે સરપંચ અને બાદમાં પંચાયતની બોડી નક્કી કરી આપવામાં આવે છે અને જયારે કોઈને સમરસ ગ્રામ પંચાયતની જાણ કે ફાયદા ન હતા ત્યારે પણ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે આ ગામ સમરસ થતું હતું અને આજની તારીખે પણ સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી

મોરબી જિલ્લાની ૩૦૩ ગ્રામ પંચાયત માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ઉમેદવારીપત્રો ભરવા માટે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે હાલમાં જુદાજુદા ગામના આગેવાનો અને યુવાનો સહિતના લોકો ઉમટી રહ્યા છે અને આજે ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા માટેનો છેલ્લો દિવસ હોય છેલ્લી ઘડી સુધી ઘણા લોકોને મનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે તેમ છતાં ચૂંટણી થાય એવી પરિસ્થિતિનું નિર્માણ ઘણા ગામોમાં થયું છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકાના રવાપર નદી ગામની તો આ ગામની વિશેષતા છે કે છેલ્લી આઠ ટર્મથી ગામમાં સરપંચની ચૂંટણી થયેલ નથી

રવાપર નદી ગામના યુવા આગેવાન ભગીરથસિંહ ઝાલા પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ ગામ ૧૯૭૯ માં પુર આવ્યું ત્યારે પહેલા ૧૫૦૦ કરતાં વધુ લોકોનું મતદાન હતું ત્યારબાદ આ ગામનું વિભાજન થવાને કારણે રવાપર નદી ગામમાંથી બે જુદા ગામ બન્યા જેમાં ભક્તિનગર અને શક્તિનગર ગામ નો સમાવેશ થાય છે અને આ બંને ગામની પણ સ્વતંત્ર ગ્રામ પંચાયત છે જેથી આ ગામનું વોટીંગ હાલમાં ૫૦૦ જેટલું છે અને તેમના દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી આ ગામની અંદર ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી આ ગામમાં સરપંચ માટે ગામના આગેવાનો અને વડીલો દ્વારા જે નક્કી કરવામાં આવે તે વ્યક્તિને સરપંચ પદની જવાબદારી સોંપવામાં આવે છે તેની ત્યારબાદ ગ્રામ પંચાયતના અન્ય સભ્યોને પણ નક્કી કરી દેવામાં આવતા હોય છે અને સર્વાનુમતે નક્કી કરાયેલ બોડી દ્વારા ગામના વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે

આજની તારીખની જો વાત કરીએ તો રવાપર નદી ગામમાં સી.સી. રોડ પેવર, બ્લોકના રોડ, ભૂગર્ભ ગટર, પીવાના અને સિચાઈના પાણીની વ્યવસ્થા તેમજ અન્ય સુખ સુવિધા માટે થઈને તમામ વ્યવસ્થા ગામમાં છે ત્યારે આગામી પાંચ વર્ષ માટે બલભદ્રસિંહ ઝાલાને સરપંચ પદ માટેની જવાબદારી સોંપવામાં આવી છે તે તેઓના કહેવા પ્રમાણે આગામી પાંચ વર્ષની અંદર આ ગામની અંદર સીસીટીવી કેમેરાની સુવિધા ગામના લોકોની સુરક્ષા અને સલામતી માટે ઊભી કરવામાં આવશે તેની સાથે સાથે હાલમાં ઔદ્યોગિક એકમોમાં રવાપર નદી ગામની આસપાસના વિસ્તારમાં આવી રહ્યા છે તતેમાં ગામના લોકોને રોજગારી મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ તેની સાથે જ દૂષણનો પ્રશ્ન પણ ભવિષ્યમાં ન વધે તે માટે  ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવશે






Latest News