વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું વતન ચમનપર ફરી એકવાર સમરસ ગ્રામ પંચાયત જાહેર


SHARE













જ્યારથી સમરસ ગ્રામ યોજના શરૂ થઈ ત્યારથી સતત સમરસ ગ્રામ બની નવો રેકોર્ડ સ્થાપિત કરતી ચમનપર પંચાયત

વર્ષ ૧૯૯૨ થી સતત સાતમી વખત સમરસ ગ્રામ પંચાયત બનતી ચમનપર ગ્રામ પંચાયત

 મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ફોમ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના માળીયા તાલુકાના ચમનપર ગામ સાતમી વખત સમરસ થયું છે.

સમરસ યોજના જાહેર થઈ ત્યાર થી અત્યાર સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ નથી એટલે કે ૧૯૯૨ થી ચમનપર ગામ સમરસ ગ્રામ પંચાયત બનતી આવી છે. અને આ વખતે પણ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ગ્રામ જનોના સહિયારા પ્રયાસથી ચમનપર ગામ સાતમી વખત સમરસ બની સરપંચ તરીકે શિતલબેન જયેશભાઈ ચારોલાની સર્વાનુંમતે વરણી કરવામાં આવેલ છે.સભ્ય તરીકે વોર્ડ-૧ માં પ્રભાબેન બાબુલાલ અઘારા, વોર્ડ-૨માં અસ્માબેન અબ્દુલભાઈ લાખાણી, વોર્ડ-૩માં અશ્વીનભાઈ પરસોતમભાઈ ભીમાણી, વોર્ડ-૪માં નાનજીભાઈ રવજીભાઈ ચારોલા, વોર્ડ-૫માં રસીકભાઈ ગોવિંદભાઈ સોલંકી, વોર્ડ-૬માં કસ્તુરબેન પ્રભુભાઈ વિલપરા, વોર્ડ-૭માં મુક્તાબેન ભગવાનજીભાઈ અઘારા, વોર્ડ-૮માં જયેશભાઈ નરસીભાઈ ચારોલાની વરણી કરવામાં આવેલ છે.ચમનપર ગામના વિકાસના કામો અંગે જણાવીએ તો સીસી રોડના કામો, સંરક્ષણ દિલાવના કામો, ભુગર્ભ ગટરના કામો, પંચાયત ઘર રીપેરીંગ, પ્રાથમિક શાળામાં પેવરબ્લોક કામો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૨૪.૪૯ લાખથી વધુના કામો થયેલ છે.માળીયા તાલુકામાં કુલ ૧૪ ગામો ચમનપર, લક્ષ્મીવાસ, જાજાસર, ભાવપર, ચીખલી(વરડુસર), વવાણીયા, વિરવદરકા, જસાપર, સોનગઢ(ફતેપર), ખીરસરા, મંદરકી, રાસંગપર, મોટાભેલા અને નવાગામ સમરસ ગ્રામ પંચાયત બનેલ છે.






Latest News