હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ


SHARE













મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ

મોરબી જિલ્લામાં આવેલ ઉમિયાનગર ગ્રામ પંચાયતને છેલ્લી ૬ ટર્મથી ગામના આગેવાનો અને વડીલો દ્વારા સમરસ કરવામાં આવી રહી છે જેથી કરીને આ ગામની અંદર સમતોલ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે ગામના યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વધુ એક વખત એટલે કે સાતમી વખત ઉમિયાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે

કોઈપણ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ એટલે યેનકેન પ્રકારે મતભેદ થાય, મભેદ થાય અને જુદા જુદા મતભેદના કારણે વિવાદ થાય અને પછી લોહિયાળ ચૂંટણી બને છે આવા કિસ્સાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે પરંતુ વર્ષોથી ઘણા ગામોની અંદર ચૂંટણી ન યોજાઇ તે માટે સમરસ કરતા હોય છે ત્યાર બાદ ગામના સરપંચ સહિતના હોદ્દેદારો નક્કી કરીને ગામનો વિકાસ થાય તે પ્રકારની વ્યવસ્થા ગામના જ લોકો દ્વારા ઉભી કરવામાં આવતી હોય છે અને આ માટે થઇને સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત થાય તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ વિશેષ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની ઉમિયાનગર ગ્રામ પંચાયતની તો ૬ ટર્મથી આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ આ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે થઈને ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થયો ત્યારે ગામને સમરસ કરવામાં આગેવાનો સહિતનાને સફળતા મળી છે અને સરપંચ પદ માટે ભાવેશભાઈ ગોરધનભાઈ છત્રોલાની પસંદ કરવામાં આવે છે અને તે ઉપરાંત નિલેશભાઈ ભાડજારાજેશભાઈ ભાડજામહેશભાઈ છત્રોલા, વિલાસબેન કાસુન્દ્રા, ભાવિશાબેન કોરિંગા, જીજ્ઞાશાબેન ઘેટિયા અને અનસોયાબેન ભાડજાનો નવી બોડીમાં સમાવેશ કરવામાં આવે છે આ સમગ્ર બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ગામના વિકાસ કામોને આગળ ધપાવવામાં આવશે તેઓ સરપંચે કોલ આપેલ છે






Latest News