મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે યોજાએલ વિનામુલ્યે નેત્રમણી કેમ્પમાં ૩૪૦ દર્દીઓએ લાભ લીધો, ૧૯૭  લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થશે


SHARE













મોરબી જલારામ મંદિરે યોજાએલ વિનામુલ્યે નેત્રમણી કેમ્પમાં ૩૪૦ દર્દીઓએ લાભ લીધો, ૧૯૭  લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થશે

મોરબીમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૯૭  લોકોના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાશે

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને જીલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જયંતિભાઈ જેરાજભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતીમા નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો હતો.હાલ સુધીમાં યોજાએલ ૪ કેમ્પમા કુલ ૧૩૦૫ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૨ શનીવાર રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રવિવારે કરવામા આવશે.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

કેમ્પને સફળ બનાવવા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે  નામ નોંધાવવાની કોઈ જરૂર નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (મો.૯૮૨૫૦ ૮૨૪૬૮), હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (મો.૯૯૯૮૮ ૮૦૫૮૮) નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ત્રણ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૯૬૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૪૨૪ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમા કુલ ૩૭૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ કુલ ૧૯૭ લોકોના રવિવારે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.






Latest News