મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ
SHARE
મોરબીના ત્રાજપર સરાણીયાવાસમાં છેવાડાના લોકોને કોરોના રસીની ઉપયોગીતા સમજાવી વેકસીનેશન કરાયુ
મોરબીના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક ત્રાજપર-૨ ના (સરાણીયાવાસ) ઝૂંપડપટ્ટી વિસ્તારમાં "હર ઘર દસ્તક" અંતર્ગત લોકોને જાગૃત કરીને લોકોને કોવિડ-૧૯ રસિકરણ વિશે સમજાવીને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.જેમાં સરાણિયા સમાજના આગેવાન મેપાભાઈ નાથાભાઈ સરાણિયાના માર્ગદર્શન હેઠળ રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ સ્ટાફના ડૉ.જીજ્ઞેશ પંચાસર, એ.વી.મુછડીયા, ભટ્ટ દીપ, કુબાવત કરણ, મિત મેંદપરા, રવી દેગમા, હિના પરમાર, સીમા પરમાર હાજર રહ્યા હતા.આ રસીકરણ અંતર્ગત ૭૦ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.